બેકઅપ પુનઃસંગ્રહો
જો તમે તમારી અમુક ફાઇલોને કાઢી નાંખેલ અથવા ગુમ કરેલ હોય તો, પરંતુ તેઓને તમારી પાસે બેકઅપ હોય તો, તમે બેકઅપમાંથી તેઓને પુન:સંગ્રહી શકો છો:
જો તમે નેટવર્ક પર ઉપકરણ જેમ કે બહારની હાર્ડ ડ્રાઇવ, USB ડ્રાઇવ અથવા બીજા કમ્પ્યૂટરમાંથી તમારા બેકઅપને પુન:સંગ્રહવા માંગતા હોય તો, તમે તમારા કમ્પ્યૂટરમાં પાછુ તેઓની નકલ કરી શકો છો.
જો તમે બેકઅપ કાર્યક્રમ જેમ કે Déjà Dup ની મદદથી તમારા બેકઅપને બનાવેલ હોય તો, તે આગ્રહ રાખે છે કે તમે તમારા બેકઅપને પુન:સંગ્રહવા માટે એજ કાર્યક્રને વાપરો. તમારા બેકઅપ કાર્યક્રમ માટે કાર્યક્રમ મદદનું રિવ્યૂ કરો: તે કેવી રીતે તમારી ફાઇલો પર પુન:સંગ્રહે છે તેની ખાસ સૂચનાઓ પૂરી પાડશે.